બનાસકાંઠા : વાવના ધારાસભ્યની મુખ્યમંત્રીને રજૂઆત

admin
1 Min Read

વાવ,ભાભર, સુઈગામ માં એક દિવસ માં સરેરાશ 8 ઇંચ વરસાદ પડતાં ખેડૂતોને નુકશાન થવા પામયું છે. ભારે વરસાદના પગલે ખેતી પાકને ભારે નુકશાન થતા સહાયની માંગ કરતુ એક પત્ર ગેનીબેને મુક્યામન્ત્રીને લખ્યું છે.ખેડૂતો ને સહાય માટે ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી પત્ર લખી રજુઆત કરી છે ઉલેખનીય છે કે રાજ્યમાં લીલા દૂકાળની સ્થિતિને પગલે એક પછી એક ધારાસભ્યો પોતાના મતવિસ્તારોના ખેડૂતોને સહાય કરવા સીએમને પત્ર લખી રહ્યા છે. આ કડીમાં વધુ એક નામ ઉમેરાયું છે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સીએમને પત્ર લખીને ખેડૂતોને 100 ટકા વળતર આપવા રજૂઆત કરી છે. વાવ વિસ્તારમાં બાજરી, જુવાર, કપાસ દિવેલાના પાકમાં મોટા પાયે નુકસાન થયુ હોવાનું ગેની બેને જણાવ્યું છે.

Share This Article