પંચમહાલ જીલ્લાની આ બેઠક પર કોંગી ઉમેદવાર પોતાનો મત પોતાને નહીં આપી શકે

admin
1 Min Read

પંચમહાલની પાંચ વિધાનસભા બેઠકની ચુંટણી માટે રાજકીય પક્ષ તથા અપક્ષ મળી કુલ 38 ઉમેદવારોઅે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ગોધરા બેઠક પર કોગ્રેસના મહિલા ઉમેદવાર રશ્મિતાબેન ચાૈહાણે અને કાલોલ બેઠક પર કોગ્રેસના પ્રભાતસિંહ ચાૈહાણે પોતાની ઉમેદવારી નોંધાવી છે. અને ઉમેદવારો એડી ચોંટીનું જોર લગાવી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. અને મતદાનના અંતિમ દિવસોમાં ડોર ટુ ડોર પ્રચાર કરી મતદારો પાસે પોતાની જીત માટે મતની માંગણી કરશે.

જ્યારે મતદાનનો દિવસ અાવશે ત્યારે ગોધરા અને કાલોલ બેઠકના કોગ્રેસના ઉમેદવારના નામ અને ચિન્હ ઈવીએમ મશીનમાં જોવા મળશે. પરંતુ બંન્ને ઉમેદવારો પોતાનો મત પોતાના માટે મત અાપી શકશે નહી. કારણ કે ગોધરા બેઠકના કોગ્રેસના ઉમેદવારનું નામ શહેરા વિધાનસભા ક્ષેત્રમાં તથા કાલોલ બેઠકના ઉમેદવારનું નામ ગોધરા વિધાનસભા ક્ષેત્રમાં નોંધાયેલ છે. તેથી તેઅો તેમનો વોટ પોતાના માટે અાપી શકશે નહી. અને જ્યા મતદાન કરશે ત્યાંના ઈવીએમમાં તેમનું નામ નહીં હોય, તેથી બંન્ને ઉમેદવારોના અન્ય ઉમેદવાર માટે નિર્ણાયક બનશે.

Share This Article