હાલોલમાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈ સ્થાનિક પોલીસ સાથે CISFના જવાનોની ફ્લેગ માર્ચ

admin
1 Min Read

વિધાનસભાની ચૂંટણીના કાઉન્ટડાઉન્ટ વચ્ચે સુરક્ષા અને વ્યવસ્થામાં ચાંપતા બંદોબસ્ત માટે હાલોલ શહેરમાં જિલ્લા પોલીસ અને સીઆઈએસએફના જવાનોની ટુકડીએ ફ્લેગમાર્ચ યોજી હતી. હારબંધ શહેરમાં નીકળેલી પોલીસ રેલીએ શહેરના વિવિધ વિસ્તારોનો પરિચય પણ મેળવ્યો હતો.

સ્થાનિક પોલીસ સાથે સ્પેશ્યલ પોલીસની ટીમની ફ્લેગમાર્ચ
હાલોલ વિધાનસભા મતવિસ્તારમાં હાલોલ શહેરમાં આજે સ્થાનિક પોલીસ સાથે સીઆઈએસેફના જવાનોએ શહેરમાં નીકળી શહેરના વિવિધ વિસ્તરોમાં ફર્યા હતા. ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે સઘન સુરક્ષા અને વ્યવસ્થાને લઈ સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આજે હાલોલમાં ફ્લેગમાર્ચ યોજી પોલીસે ચૂંટણી માટેની તૈયારીઓ કરી દીધી હોવાનો સંદેશ આપ્યો હતો. હાલોલ શહેરના બસસ્ટેન્ડ ચોકીથી કંજરી માર્ગ અને શહેરની અંદરના વિસ્તારોમાં સ્થાનિક પોલીસ સાથે સ્પેશ્યલ પોલીસની ટીમ ફરી હતી.

શહેરીજનોએ પોલીસની કામગીરીને નિહાળી
લસ્કરના પોશાકમાં સજ્જ હથિયારબંધ પોલીસની ટુકડી શહેરમાં ફરતા શહેરીજનોએ પોલીસની કામગીરીને નિહાળી હતી. આવનારી ચૂંટણીમાં દરેક વિધાનસભા બેઠકો ઉપર આવેલા સંવેદનશીલ બુથ ઉપર વિશેષ સુરક્ષા-વ્યવસ્થા ઉભી કરવામાં આવતી હોય છે. ચૂંટણી કમિશનના આદેશ મુજબ આવા બુઠો ઉપર સેન્ટ્રલ પોલીસની સુરક્ષા ગોઠવાવમાં આવતી હોય છે. એ સિવાય અન્ય રાજ્યોની પોલીસની સેવાઓ પણ લેવામાં આવતી હોય છે.

Share This Article