પંચમહાલ-દાહોદમાં ચૂંટણી તંત્રની અને ઓબ્ઝર્વર્સની બેઠક યોજાઈ

admin
1 Min Read

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા અજય વી. નાયકની સ્પેશિયલ જનરલ ઓબ્ઝર્વર તથા દીપક મિશ્રાની સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ બંને નિરીક્ષકો પંચમહાલ આવ્યાં હતા અને ગોધરા સ્થિત કલેક્ટર કચેરી સભાખંડ ખાતે ચૂંટણીતંત્ર સાથે બેઠક યોજીને ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

બંને સ્પેશિયલ ઓબ્ઝર્વરો દ્વારા પંચમહાલ અને દાહોદ જિલ્લામાં આગામી ચૂંટણી મુક્ત, સ્વતંત્ર, પારદર્શક અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ઈ.વી.એમ. મેનેજમેન્ટ, પોસ્ટલ બેલેટ, સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. તેઓએ 5 વિધાનસભાના જનરલ ઓબ્ઝર્વર્સ પાસેથી તેમના અનુભવો જાણ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી સુજલ મયાત્રાએ આ તકે પંચમહાલ જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા થઈ રહેલી કામગીરીનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે પંચમહાલ અને દાહોદ પોલીસ અધિક્ષકોએ જિલ્લામાં ચૂંટણીને લઈને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે માહિતી રજૂ કરી હતી.

આ બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર્સ ડૉ. કે. વાસુકી, શક્તિસિંહ રાઠોર, દેબાજ્યોતિ દત્તા, ખર્ચ ઓબ્ઝર્વર્સ આર.સી. ચેતન, અનુજ ગર્ગ, પોલીસ ઓબ્ઝર્વર્સ રાહુલ શર્મા, પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી હર્ષિત ગોસાવી, દાહોદ પોલીસ અધિક્ષક બલરામ મીણા, પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નિવાસી અધિક કલેક્ટર એમ.ડી. ચુડાસમા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તા સહિત ચૂંટણી માટે નિમાયેલા વિવિધ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Share This Article