ગોધરાના બલિદાન બાદ દેશમાં પરિવર્તન આવ્યું: યોગી આદિત્યનાથ

admin
2 Min Read

ગોધરા વિધાનસભા બેઠકનાં ઉમેદવાર સી.કે. રાઉલજીના પ્રચાર માટે યોગી આદિત્યનાથએ ગોધરા ખાતે રોડ શો કાર્યક્રમ યોજાયો હતો. સરદારનગર ખંડથી ચર્ચ સર્કલ, પાંજરાપોળ કલાલ દરવાજા થઈને લાલબાગ ટેકરી ગ્રાઉન્ડ મેદાન સુધી રોડ શો યોજાયો હતો, ત્યારબાદ લાલબાગ ટેકરીના ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સંબોધી હતી. યોગી આદિત્યનાથે સભામાં 2002ના 2002ના સાબરમતી એક્સપ્રેસ હત્યાકાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. તો બીજી તરફ ગોધરાને બલિદાન આપનારની ધરતી કહી હતી.

યોગી આદિત્યનાથના રોડ શોમાં જય શ્રી રામના ગગન સૂત્રોચાર લાગ્યા હતા. યોગીએ સભામાં કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર માટે ગોધરામાં રામભક્તોએ બલિદાન આપવાની વાત કરી હતી. રામ મંદિર લોકોની તેમજ ગોધરાના રામભક્તોની આસ્થાનું સન્માન કરે છે. યોગીએ પોતાના પ્રવચનમાં વધુમાં કહ્યું હતું કે, ગોધરાના બલિદાન બાદ દેશમાં પરિવર્તન આવ્યું હતું. ભાજપ રેકોર્ડ માર્જિનથી જીતે તે સુનિશ્ચિત કરે.AAP અને કોંગ્રેસ પર પ્રહાર યોગીએ પોતાના પ્રવચનમાં ગોધરાના બલિદાન બાદ દેશમાં પરિવર્તન આવ્યું હતું. ગુજરાતમાં સર્વે પ્રમાણે ભાજપની મોટી જીત થનાર છે અને ભાજપની જ સરકાર બની રહી છે એમ જણાવ્યું હતું સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતા પર હોત તો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ક્યારેય ન થયું હોત તેમ જણાવ્યું હતું. કોંગ્રેસને વિખેરી નાખવાની વાત: ડભોઈમાં જનમેદનીને સંબોધતા યોગીએ ઉત્તરપ્રદેશ વિધાનસભામાં માત્ર બે બેઠકો હોવા બદલ કોંગ્રેસની મજાક ઉડાવી હતી. યોગીએ કહ્યું, ‘અંતિમ સંસ્કાર માટે પણ ચાર લોકોની જરૂર છે. કોંગ્રેસ પાસે માત્ર બે બેઠકો છે. બાપુએ આઝાદી પછી કોંગ્રેસને વિખેરી નાખવાની વાત કરી હતી અને હવે તમારી પાસે તે કરવાની તક છે.’ ગુજરાતમાં BJP જીતી રહી છે તેમાં કોઈ શંકા નથી. જો કોઈ શંકા હોત તો દિલ્હીથી ભાઈ-બહેનની જોડી અહીં આવીને મંદિરોની મુલાકાત લીધી હોત.

Share This Article