પંચમહાલ જિલ્લાની 4 બેઠક પર ભાજપ આગળ

admin
2 Min Read

ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર આજે મતગણતરી યોજાશે. જેમાં પંચમહાલની પાંચ બેઠકોની મતગણતરી પંચમહાલ શહેરમાં યોજાશે. 5 ડીસેમ્બરે યોજાયેલી પંચમહાલ જિલ્લાની શહેરા, મોરવા હડફ (ST), ગોધરા, કાલોલ અને હાલોલ બેઠક પર 38 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. જે તમામના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યેથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

મતગણતરી અપડેટ

હાલોલ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જયદ્રસિંહ પરમાર આગળ
મોરવા હડફ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નિમિષા બેન સુથાર આગળ
શહેરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડ આગળ
ગોધરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સી કે રાઉલજી આગળ

પંચમહાલ જિલ્લામાં કુલ 13 લાખ 41 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 8 લાખ 89 હજાર 800 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની પાંચ બેઠકો પર સરેરાશ 68.44 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 70.96 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 2.52 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.

કઈ બેઠક પર કેટલા રાઉન્ડમાં મતગણતરી થશે?

શહેરા બેઠકની મતગણતરી 14 ટેબલ પર 21 રાઉન્ડમાં થશે. જ્યારે મોરવા હડફ (ST) બેઠકની મતગણતરી 14 ટેબલ પર 19 રાઉન્ડમાં, ગોધરા બેઠકની 14 ટેબલ પર 22 રાઉન્ડમાં, કાલોલ બેઠકની 14 ટેબલ પર 23 રાઉન્ડમાં, હાલોલની 14 ટેબલ પર 25 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. જિલ્લાની 5 બેઠકોની મતગણતરી કુલ 70 ટેબલ પર હાથ ધરાશે.

Share This Article