મોરવા હડફમાં મંત્રી નિમિષાબેન સુથાર આગળ

admin
3 Min Read

ગુજરાત વિધાનસભાની 182 બેઠક પર આજે મતગણતરી યોજાઈ રહી છે. 5 ડીસેમ્બરે યોજાયેલી પંચમહાલ જિલ્લાની શહેરા, મોરવા હડફ (ST), ગોધરા, કાલોલ અને હાલોલ બેઠક પર 38 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. જે તમામના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યેથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

મતગણતરી અપડેટ

કાલોલ બેઠક પર ચોથા રાઉન્ડના અંતે ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ 19 હજાર મતથી આગળ
આઠ રાઉન્ડના અંતે ગોધરા બેઠક પર ભાજપના ઉમેદવાર સી.કે રાઉલજી આગળ
હાલોલ બેઠક પર ભાજપ આગળ
મોરવા હડફમાં ભાજપ આગળ
કાલોલમાં ભાજપ આગળ
શહેરામાં ભાજપ આગળ
ગોધરામાં ભાજપ આગળ
ગોધરા બેઠક ઉપર ભાજપના સી કે રાઉલજી ત્રીજા રાઉન્ડમાં આગળ
હાલોલ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જયદ્રસિંહ પરમાર આગળ
મોરવા હડફ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નિમિષા બેન સુથાર આગળ
શહેરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડ આગળ
ગોધરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સી કે રાઉલજી આગળ

મધ્ય ગુજરાતની 61 બેઠક પર ઈવીએમથી મતગણરી શરૂ થઈ ગઈ છે. 56 બેઠક પર ભાજપ આગળ છે. 3 બેઠક પર કોંગ્રેસ આગળ છે. અને 2 બેઠક પર અન્ય આગળ છે. જેમાં મોરવા હડફમાં મંત્રી નિમિષાબેન સુથાર આગળ ચાલી રહ્યા છે. તો ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલ આગળ છે. કાલોલ બેઠક પર કોંગ્રેસના પ્રભાતસિંહ ચૌહાણ પાછળ છે અને આંકલાવ બેઠક પર કોંગ્રેસના અમિત ચાવડા પણ પાછળ છે. વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ પાછળ છે. અમદાવાદની 20 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસ આગળ છે. વડોદરાની 8 બેઠક પર ભાજપ આગળ, 1 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષ આગળ છે.

5 ડિસેમ્બરે અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં 64.82 ટકા મતદાન થયું હતું. આ પહેલા 2017ની ચૂંટણીમાં 69.69 ટકા મતદાન થયું હતું. આમ 2017ની ચૂંટણીની સરખામણીમાં મધ્ય ગુજરાતમાં 4.87 ટકા જેટલુ મતદાન ઘટ્યું છે. મધ્ય ગુજરાતમાં વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ, ઘાટલોડિયા બેઠક પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કાલોલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ અને વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવના પરિણામો પર સૌ કોઈની નજર છે. આ ઉપરાંત પંચમહાલની મોરવાહડફ બેઠક પર મંત્રી નિમિષાબેન સુથારના ભાવિનો પણ ફેંસલો થશે. આજે મધ્ય ગુજરાતના તમામ 61 બેઠકના ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષોના ઉમેદવારોના ભાવિ EVMમાંથી ખુલશે.

Share This Article