બનાસકાંઠા : સરકારી વિનય કોલેજમાં ગરબાનું આયોજન કરાયું

admin
1 Min Read

નવરાત્રીમાં માં જગદંબાના નોરતાની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં આવેલી સરકારી વિનયન કોલેજમાં સાંસ્કૃતિક સમિતિ અને ગીત સંગીત નૃત્ય ધારા અંતર્ગત નવરાત્રી નિમિત્તે માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી વિનયન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વિ.કે ભાવસાર અને ડૉ.એન.બી. રાવલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. જ્યાં મુખ્ય અતિથી તેમજ કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા માતાજીની આરતી કરી ગરબાની શરુઆત કરી હતી. જેમાં વિદ્યાર્થીઓ પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબાના તાલે ઝુમ્યા હતા. સાથે જ આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી ગરબાની રમઝટ બોલાવી હતી. મહત્વનું છે કે હવે નવરાત્રીના ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક ખેલૈયાઓ છેલ્લા દિવસોમાં ગરબાની રમઝટને મન ભરીના માણવા માંગે છે. ઉલ્લેખનીય છે કે વિનયન કોલેજના સાંસ્કૃતિક સમિતિ અને ગીત સંગીત નૃત્યએ ખૂબ જ સુંદર ગરબાનું આયોજન કર્યું હતું.

Share This Article