સાઉથ ફિલ્મ ગીતા ગોવિન્દમની બનશે હિન્દી રિમેક

admin
1 Min Read

વિજય દેવકોન્ડા અને રશ્મિકા મંદનાની ફિલ્મ ગીતા ગોવિન્દમ વર્ષ 2018માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડથી પણ વધારે રૂપિયાયની કમાણી કરી હતી. ત્યારબાદ લાંબા સમય સુધી ઘણી એવી ચર્ચાઓ થઈ હતી કે આ ફિલ્મની હિન્દી રિમેક જરૂર બનશે.થોડા દિવસ પહેલાં રોહિત શેટ્ટીએ જાહેરાત કરી છે કે તેણે આ ફિલ્મના રાઇટ્સ ખરીદી લીધા છે. જો કે, સંજય લીલા ભણસાલીની ઈચ્છા હતી કે  તેઓ આ ફિલ્મની રિમેક બનાવે…….વિજયની આ ફિલ્મમાં એક પેશનેટ લવ સ્ટોરી છે.

આ ફિલ્મનો દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હોવાથી મેકર્સ આ ફિલ્મની રિમેક બનાવવા માગતા હતા, તેમાં સંજય લીલા ભણસાલી પણ સામેલ હતા. તેમણે ફોલ્મના રાઇટ્સ ખરીદવાના રસ દેખાડ્યો હતો, પણ તેમની ચર્ચા આગળ વધી શકી નહીં. તેઓ અન્ય ફિલ્મ પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ ગયા અને આ ફિલ્મના રાઈટ્સ રોહિત શેટ્ટીએ ખરીદી લીધા……..જો કે, રિમેક માટે હજુ કોઈ એક્ટર કે એક્ટ્રેસનું નામ ચર્ચામાં આવ્યું નથી. ભણસાલી આ ફિલ્મની રિમેકમાં મેલ લીડ રોલ ઈશાન ખટ્ટરને આપવા માગતા હતા. જો કે, ઈશાને પણ તે સમયે કોઈ જાહેરાત કરી નહોતી.

Share This Article