ફિલ્મ વોર આવી રહી છે દર્શકોને પસંદ

admin
1 Min Read

2 ઓક્ટોબરે રિલીઝ થયેલી વોર ફિલ્મે ભારતમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જો કે, આ હિન્દીની સાથે તમિળ અને તેલુગુની કમાણી ભેગી થઈને આટલું કલેક્શન થયું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ બાબતે ટ્વીટ કરીને માહિતી આપી છે. હજુ વિકેન્ડમાં કલેક્શનમાં વધારો થાય તેવી શક્યતા જણાઈ રહી છે…..’વોર’ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી પછી પાંચમી ફિલ્મ છે, જેણે માત્ર 3 દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આની પહેલાં ‘ધૂમ 3’, ‘સુલ્તાન’, ‘ટાઇગર ઝિંદા હૈ’, ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ત્રણ દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો વટાવી ચૂકી છે. આ ફિલ્મની કમાણી ક્રમશ: 280.35 કરોડ રૂપિયા, 300.45 કરોડ રૂપિયા,339.16 કરોડ રૂપિયા અને 145.29 કરોડ રૂપિયા હતી…..રીતિકના કરિયરમાં 3 દિવસમાં આટલી કમાણી કરનારી આ પ્રથમ ફિલ્મ છે. એટલું જ નહીં પણ ટાઇગર શ્રોફ અને ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની પણ અત્યાર સુધી કોઈ ફિલ્મે માત્ર 3 દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો વટાવ્યો નથી.

Share This Article