શહેરાની સરકારી કોલેજમાં ગરબાની રમઝટ

admin
1 Min Read

નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી માતા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા થાય છે. ત્યારે છેલ્લું નોરતું એટલે કે નવમું નોરતું છે. નવરાત્રિનો આ છેલ્લો દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત હોય છે.ત્યારે પંચમહાલમાં કોલેજીયનોએ ગરબાની રમઝટ બોલાવી હતી.મળતી માહિતી મુજબ, પંચમહાલના શહેરા તાલુકાની સરકારી વિનયન કોલેજમાં નવરાત્રીના નવમા નોરતાએ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના પ્રોફેસરોએ માતાજીની આરાધના કરી ગરબાની રમઝટ બોલાવી નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હતી. નવરાત્રી મહોત્સવ નિમિત્તે કોલેજના પ્રિન્સિપાલ ડો.દિનેશ માછી સાહેબના સહયોગથી કોલેજના અધ્યાપકો દ્વારા ગરબાનું આયોજન કરી ડીજેના તાલે નવરાત્રી મહોત્સવમાં ગરબાની મજા માણી હતી. આજકાલ રાસ ગરબાનો ક્રેઝ વધતો જાય છે ત્યારે અભ્યાસના ભાર હેઠળ રહેતા કોલેજના વિદ્યાર્થીઓ નવરાત્રિના ગરબે રમ્યા હતા. શહેરા સરકારી વિનયન કોલેજમાં કેમ્સમાં કોલેજિયનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇ ગરબાની રમઝટ બોલાવી હતી. તેમજ કોલેજ કેમ્પસમાં ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇ ગરબે ઘૂમેલા કોલેજીયન વચ્ચે ગરબાની હરીફાઈ પણ યોજાઈ હતી.

Share This Article