લાખણીમાં જ્વેલર્સ દુકાન પર તસ્કરો ત્રાટક્યા

admin
1 Min Read

રાજ્યમાં દિવસેને દિવસે લૂંટ અને ચોરીની ઘટનાઓમાં એટલી હદે વધારો થઈ રહ્યો છે કે જાણે તસ્કરો અને લુંટારુઓનો જાણે કે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય. ચોરી અને લૂંટના બનાવોના પગલે લોકોમાં પણ ફફડાટ ફેલાયો છે. ત્યારે વધુ એક ચોરીની ઘટના બનાસકાંઠાના લાખણીમાં સામે આવી છે. મળતી માહિતી મુજબ, લાખણી બજારમાં આવેલ વાઘેશ્વરી જ્વેલર્સ નામની દુકાનને તસ્કરોએ પોતાની નિશાન બનાવી હતી. તસ્કરો દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશી આશરે 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ બીજા દિવસે સવારે દુકાને આવતા દુકાન માલિકને થતાં તેમણે આ અંગે આગથળા પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે હાલ સમગ્ર મામલે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Share This Article