નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

admin
1 Min Read

બનાસકાંઠા જિલ્લા ના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે બજાર વિસ્તારમાં ઠેર ઠેર દબાણો કરાતાં થરા નગરપાલિકા અને થરા પોલીસ સ્ટાફ સાથે રહી દબાણો દુર કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. થરાના દરેક વિસ્તારમાં નાના મોટા દબાણ તાત્કાલિક દુર કરાયા છે પરંતુ પાકા દબાણોકર્તાઓને થરા નગરપાલિકા ચીફ ઑફિસર દ્વારા ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો ત્રણ દિવસ માં દબાણ દૂર નહીં કરે તો નગરપાલિકા ટીમ દ્વારા દબાણ દૂર કરવામાં આવશે તેવું નગરપાલિકાનાં ચીફ ઑફિસરે જણાવ્યું છે અને થરામાં લારી, ગલ્લા તેમજ અન્ય દબાણોનાં કારણે ટ્રાફિક સમસ્યા પણ મોટા પાએ ઊભી થઈ છે. દબાણને કારણે લોકોને હેરાન – પરેશાન થવાનો વારો આવે છે. સાથે સાથે જોવાનું એ રહે છે.કે નાના, લારીવાળા, ગલ્લાઓ, તેમજ ફુટપાથ પર ગરીબ વર્ગના લોકોનું તો દબાણ દૂર કરાયું છે. હવે જે પાકી દુકાન કે અન્ય મોટા દબાણો દૂર કરવામાં નગરપાલિકા આંખ આડા કાન તો નહીં કરે અને કોઈ રાજકીય નેતાના કહેવાથી બંધ તો નહીં રાખે તે મોટો પ્રશ્ન ઉભો થયો છે ત્યારે આ દબાણ દૂર કરવાની ઝુંબેશમાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે થરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એચ.એન.પટેલ તથા સમગ્ર થરા પોલીસ સ્ટાફે હાજર રહીને દબાણ દૂર કરાવ્યા હતા.

Share This Article