સીએમ પટેલે વડોદરામાં ખુલો મુખ્યો 50મોં બાળ મેળો, G-20ની થીમના મંત્રને કેન્દ્રમાં રખાયો

admin
3 Min Read

વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 50માં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો. 27થી 29 જાન્યુઆરી સુધી ચાલનારા બાળમેળામાં આનંદ બજાર, એડવેન્ચર ઝોન, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિસરાતી રમતો, શૈક્ષણિક પ્રોજેક્ટ સહિત અન્ય પ્રવૃત્તિઓઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો વિદ્યાર્થીઓ, વાલીઓ અને નગરજનો લાભ લઈ શકશે. વડોદરા શહેરની સરકારી શાળાઓના બાળમેળાનું ઉદ્ઘાટન કરવા આવેલા મુખ્યમંત્રીના ચહેરા પર બાળકો પ્રત્યેના વાત્સલ્યનો પરિચય થયો હતો.

જી-20ની થીમ પર બાળમેળો

સયાજી કાર્નિવલના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રીએ જી-20ની થીમ ‘વસુધૈવ કુટુંબકમ્’ના મંત્રને કેન્દ્રમાં રાખીને બાળમેળાના આયોજન બદલ શિક્ષણ સમિતિને ગૌરવસહ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, જેમ વિવિધતામાં એકતાવાળો આપણો આ દેશ છે, તેમ સયાજી કાર્નિવલ આવી જ વિવિધતાઓ, સંસ્કૃતિઓ, કળાઓ અને વિચારોને પ્રદર્શિત કરતું મંચ છે.

જી-20 સમિટ અંતર્ગત સમગ્ર દેશમાં 200થી વધારે કાર્યક્રમો : CM

CM ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ બાળમેળામાં જી-20ની થીમને કેન્દ્રમાં રાખી હોવાથી બાળકોને જી-20 સમિટ વિશે માહિતી અને જાણકારી મળશે. જી-20 સમિટ અંતર્ગત સમગ્ર દેશમાં 200થી વધારે કાર્યક્રમો થવાના છે, જેમાંથી 15 જેટલા કાર્યક્રમો ગુજરાતમાં યોજાવાના છે. આ યજમાનીનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં જે રીતે આપણો દેશ તમામ ક્ષેત્રે વિકાસમાં હરણફાળ ભરી રહ્યો છે, તેનાથી બીજા દેશો અને તેના પ્રતિનિધિઓ રૂબરૂ થાય, તેવું મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

CM Patel in Vadodara at Khulo Mokhlo 50th Bal Mela, centering on G-20 themed mantra

10થી 12 લાખ લોકો બાળમેળો જોવા આવે તેવી શક્યતા

બાળહોદ્દેદારોના વાક્ કૌશલથી અભિભૂત થયેલા મુખ્યમંત્રીએ કોર્પોરેશનની શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી. તેમણે પોતે ધો.1 થી ધો. 4 સુધીનું પ્રાથમિક શિક્ષણ કોર્પોરેશનની શાળામાં લીધું હોવાનું જણાવી, શાળામાં શિક્ષકો પૂરતું ધ્યાન આપતા હોવાનું અને શિક્ષકો વિદ્યાર્થીઓની દરકાર રાખીને કામ કરી રહ્યા હોવાનું ભાવપૂર્વક જણાવ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યુ કે, જે પણ મુલાકાતીઓ આવે છે તેના પ્રતિભાવો વીડિયો રેકોર્ડિંગ કરીને વિદ્યાર્થીઓને બતાવવા જોઈએ. વડોદરાના 10 થી 12 લાખ લોકો આ બાળમેળાને જોવા આવશે, ત્યારે મુખ્યમંત્રીએ અદ્ભૂત આયોજન બદલ શિક્ષણ સમિતિને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મેયર કેયુર રોકડીયા, વિધાનસભા મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય શૈલેષ મહેતા, મનીષા વકીલા, ચૈતન્ય દેસાઈ, સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલ સહિતના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટરએ. બી. ગોર, મનપા કમિશનર બંછાનિધિ પાની, જિલ્લા વિકાસ અધિકારી રાજેન્દ્ર પટેલ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ હિતેશ પટણી, ન.પ્રા.શિ.સ.ના ઉપાધ્યક્ષ હેમંત જોષી, શાસનાધિકારી સહિતના શિક્ષણ સમિતિના પદાધિકારીઓ અને સભ્યો, વિશાળ સંખ્યામાં બાળ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિતના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share This Article