ગરબાની સાથે સાથે ભણાવ્યા સ્વચ્છતાના પાઠ

admin
1 Min Read

ગુજરાતીઓને પ્રિય એવી નવલી નવરાત્રિની પૂર્ણાહુતિ થઈ છે. ત્યારે છેલ્લા નોરતે ખેલૈયાઓ દિલથી ગરબે ઘૂમ્યા હતા. આ નવરાત્રિમાં વિવિધ પ્રકારે ગરબાનું આયોજન કરાયુ હતું. જેમાં પંચમહાલમાં ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વચ્છતા થીમ પર ગરબો જામ્યો હતો. સામાન્ય રીતે પોલિસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાની અને લોકોને કાયદાનો પાઠ ભણાવવાનું હોય છે પરંતુ  પંચમહાલ પોલીસ નવરાત્રીના આ પર્વમાં માંની  આરાધનાની સાથે લોકોને સ્વછતાના પાઠ ભણાવતી જોવા મળી હતી. શક્તિ પૂજાનું મહાપર્વ ગણાતા નવરાત્રીમાં ભક્તો ગરબે ઘૂમી માં શક્તિ ની આરાધના કરે છે. નવરાત્રી ગરબા માટે ગુજરાત સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. જોકે, પંચમહાલ પોલીસ દ્વારા અનુઠી રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબાની લ્હાણી સાથે ખેલૈયાઓને સ્વર કંઠે સ્વછતાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. સ્વચ્છ મારું ઘર, સ્વચ્છ મારું ગામ સ્વચ્છ મારો દેશ આ વિશેષ ગીત થીમ પર ખેલૈયા મન મૂકીને ગરબે  ઘૂમ્યા હતા.

Share This Article