ગોધરામાં દશેરાના તહેવારની કરાઈ ઉજવણી

admin
1 Min Read

ગોધરા સહિત જીલ્લાભરમાં દશેરાના તહેવારની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. જેમા ઠેર ઠેર શસ્રપૂજા તેમજ સહિતના કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ગોધરા ખાતે આવેલા છબનપુર ગામેના રામજી મંદિર ખાતે સમસ્ત ક્ષત્રિય સમાજ પંચમહાલ દ્રારા દશેરા નિમિત્તે શસ્રપુજનનુ આયોજન કરવામા આવ્યુ હતું. જેઁમા જીલ્લામાંથી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. જેમા સમાજ સંગઠીત બની અને એકબીજાને મદદ કરવાની ભાવના પ્રકટ કરે તેવી નેમ વ્યકત કરવામા આવી હતી. નવરાત્રીની વાત કરીએ તો, નવરાત્રી હિંદુ-સનાતન ધર્મમાં ઉપાસના માટે સૌથી મહત્વનો તહેવાર છે. નવરાત્રીનો શાબ્દિક અર્થ નવ રાત એમ કરવામાં આવે છે. આ નવ રાત દરમિયાન માતાજીના શક્તિ સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. ધર્મનો અધર્મ પરનો વિજયના પ્રતીકમાં આ તહેવાર ઉજવાય છે. આધ્યશક્તિ જગદંબા દેવો સાથે મળી અસુર મહિશાસુરનો વધ કરે છે. દંતકથાઓ પૌરાણિક સાહિત્યમાં મળે છે. શક્તિની પૂજા જીવન-મૃત્યુના બંધનમાંથી મુક્ત કરે છે. નવરાત્રીનો તહેવાર એ હિંદુઓ માટે નારી શક્તિની આરાધનાનો રૂડો અવસર છે. આમ નવરાત્રી એટલે નવ રાત સુધી સ્ત્રીના માના સ્વરુપની અખંડ આરાધના.

Share This Article