પાવાગઢમાં નવરાત્રી નિમિતે ભક્તોની જામી ભીડ

admin
1 Min Read

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આદ્યશક્તિ માં કાલિકાની આરાધના પર્વ એવા આસો નવરાત્રીમાં બે લાખ ઉપરાંત માઈ ભક્તો માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવવા ઉમટી પડ્યા હતા. જગત જનનીમાં કાલીના ધામ એવા પાવાગઢ ખાતે માતાજીના દર્શનનો ચૈત્રી નવરાત્રી તેમજ આસો નવરાત્રી દરમિયાન ભક્તોમાં વિશેષ મહિમા હોય છે. ત્યારે આસો નવરાત્રીના આઠમ નોમ ના દિવસે ભક્તોનો ઉત્સાહ યથાવત જોવા મળતો હતો. આસો નવરાત્રિ મહોત્સવ નોરતાએ ભક્તોને જન સૈલાબ રાત્રીથી પાવાગઢ તરફ મોટા પ્રમાણમાં જતો જોવા મળતા હતોએમાં પણ પગપાળા સંઘોના આવરિત પ્રવાહને લઈને પાવાગઢ ને જોડતા તમામ માર્ગો પર જાણે ભક્તોનું કીડીયારુ ઉભરાયેલુ જોવા મળતું હતું. રાતથી ભક્તોનો મોટો પ્રવાહ પાવાગઢ ડુંગર પર પહોંચી ચૂક્યો હતો. જેના પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા રાત્રે બે કલાકે નિજમંદિર ના દ્વાર ભક્તો ના દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. નિજમંદિર ના દ્વાર ખુલતા સાથે લાંબી લાંબી કતારોમાં ઉભેલા માઈ ભકતોએ જય માતાજીના ભારે જય ઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.  

Share This Article