લેવા પટેલ જ્ઞાતિ દ્વારા રાવણ દહન કાર્યક્રમ યોજાયો

admin
1 Min Read

ભુજ તાલુકાના માધાપર ગાને સતત 17 માં  વર્ષે રાવણ દહન  નો કાર્યક્રમ યોજવામાં આવ્યો  હતો જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા આજે વિજયાદશમીના દિવસે આસુરી શક્તિનો નાશ કરવા માટે આ કાર્યક્રમો યોજાય છે અને સતત સત્તરમાં  વર્ષે પણ આ કાર્યક્રમમાં લોકો ઉમટી પડે છે નવાવાસ માધાપર ના સરપંચ અરજણ ભાઈ ભૂડિયા એ માધાપર ને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે આ કાર્યક્રમમાં ખાસ સંદેશો આપ્યો હતો 22 ફૂટઉંચા રાવણ ના પુતળા નુ દહન કરવામાં આવ્યુ હતુ.આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રી ચાલે છે અને અને દશમ એટલે કે નવરાત્રીનો છેલ્લો દિવસ તેને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. તેને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવ દિવસ સુધી ભક્તો માતાજીની આરાધના અને ઉપાસના કરે છે અને દસમા દિવસે તેમની પૂર્ણાહૂતિના રૂપે દશેરાની ઉજવણી કરે છે. આ તહેવાર આખા ભારતભરમાં ઉજવાય છે.

 

Share This Article