ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રવાસ

admin
1 Min Read

ગુજરાત વિધાનસભાની પેઠા ચુટણીનો જયઘોશ વાગી ચુક્યો છે. તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ચુંટણી પ્રવાસ શરૂ કરી દેવામાં આવ્યું છે.થરાદ પેટા ચુંટણીમાં બંને નવા ઉમેદવારો મેદાનમાં ઉતરી ગયા છે.ભાજપના જીવરાજ ભાઈ 11 ગામોમાં પ્રચાર કરશે જ્યારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત 9 ગામોમા પ્રચાર કરશે,ઉલેખનીય છે કે કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ અંતે ભાજપે પણ ઉમેદવારોની જાહેરાત કરી હતી. જેમાં રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરને અને બાયડ વિધાનસભા બેઠક પરથી ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવામાં આવી છે.ભાજપે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે તમામ 6 બેઠકો માટે જ્યારે કોંગ્રેસે 4 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે  જાહેર કરેલા ઉમેદવારોમાં થરાદ બેઠક પરથી જીવરાજભાઇ પટેલ, રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર, ખેરાલુ બેઠક પરથી અજમલભાઇ ઠાકોર, બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, અમરાઇવાડી બેઠક પરથી જગદીશભાઇ પટેલ, લુણાવાડા બેઠક પરથી જીજ્ઞેશભાઇ સેવકના નામ જાહેર કરવામાં આવ્યા છે. થરાદ બેઠક પરથી શંકર ચૌધરીની દાવેદારી મજબૂત હતી પણ અમિત શાહે તેમને સત્તાના કેન્દ્રથી દૂર રાખ્યા હોવાનું સૂત્રોનું કહેવું છે.

 

Share This Article