સંતરામપુરમાં રાવણ દહન કરવાં આવ્યોં

admin
1 Min Read

આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રી ચાલે છે અને અને દશમ એટલે કે નવરાત્રીનો છેલ્લો દિવસ તેને દશેરા તરીકે ઉજવવામાં આવે છે. તેને વિજયા દશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવ દિવસ સુધી ભક્તો માતાજીની આરાધના અને ઉપાસના કરે છે અને દસમા દિવસે તેમની પૂર્ણાહૂતિના રૂપે દશેરાની ઉજવણી કરે છે. આ તહેવાર આખા ભારતભરમાં ઉજવાય છે.ત્યારે સંતરામપુરમાં રાવણને રાજવીશ્રી અને માંજી ધારાસભ્ય શ્રી પરાંજયાદીત્યસિંહ પરમાર દ્વારા પરંપરાગત કરવાં આવેલ હતુ , જેમાં સંતરામપુર ધારાસભ્ય  કુબેરભાઇ ડિંડોર, નગર પાલિકા પ્રમુખ,માંજી ધારાસભ્ય ગેદાલભાઇ ડામોર તેમજ હરજીવનભાઈ પટેલ નગરપાલિકા નાં સભ્યો  અને આજુ બાજું ની જનતા એ આનંદ માણ્યો હતો.રાજા રજવાડાઓના સમયમાં જોવા જઈએ તો ખુબ જ અનોખી રીતે તેની ઉજવણી થતી હતી. વિજયા દશમીને દિવસે સવારે વરઘોડો નીકળતો અને તે વરધોડો આખા શહેરમાં ફરીને મુખ્ય મેદાનમાં આવતી અને ત્યાર બાદ કલાકારો દ્વારા રામ અને લક્ષમણના પાત્રો ભજવાતાં હતાં અને ત્યાર બાદ રાવણને નાટકના અંતે જ્યારે રાવણનો અંત થવાનો હોય ત્યારે રાવણ અને કુંભકર્ણના બનાવેલા પુતળાઓને તીર મરાતું અને ત્યાર બાદ લોકો ધામધામથી વિજયા દશમીની ઉજવણી કરતાં. ઉત્તર ભારતમાં તો હજું પણ રામલીલાઓનું આયોજન કરવામાં આવે છે અને રામ લક્ષમણ દ્વારા લંકેશનું દહન કરવામાં આવે છે.

Share This Article