પોસ્ટ ઓફીસ એજન્ટો દ્વારા છેતરપિંડીનો મામલો

admin
1 Min Read

કાલોલ તાલુકાના વેજલપુર ગામે પોસ્ટ એજન્ટ તરીકે કામગીરી કરતા ભાવેશ વિષ્ણુપ્રસાદ સુથાર તથા તેની પત્ની સોનલ ભાવેશ સુથાર,પોસ્ટના રોકાણકારોનું લાખ્ખો રૃપિયાનું ફૂંલેકુ ફેરવી રાતોરાત ફરાર થઇ ગયા હતા.જેમની LCB અને લોકલ પોલીસે ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.રોકાણકારોના લાખ્ખો રૃપિયાનું  ફુલેકુ ફેરવી ફરાર થયેલા ભેજાબાજ ભાવેશ સુથાર અને તેની પત્ની સામે ઈન્દ્વવદન તડવીએ વેજલપુર પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે ,ભાવેશ અને તેની  પત્ની  મોનાલીકા અપત શેઠના રીકરીંગ ડીપોઝીટના ખાતામાં રૂ.39,૦૦૦ જમા કરાવ્યા હતા .તે જ ખાતા નંબરનો ઉપયોગ કરી ભાવેશ સુથારે પ્રભાતસિંહ ગેમલસિંહ ચૌહાણના નામનું ખાતુ ખોલી ખોટી પાસબુક બનાવી જેમાં રૂ.1.16 લાખની ડીપોઝીટ બતાવી તેમજ મહેશભાઈ રમણભાઈ પટેલના ટાઈમ ડીપોઝીટ ના ખાતામાં રૂ .50  હજાર જમા કરાવી તેજ ખાતા નંબરનો ઉપીયોગ કરી ભેજાબાજ ભાવેશ સુથારે ઉપેન્દ્ર કુમાર રમેશચંદ્ર પંચાલના નામનું ખાતું ખોલી ખોટી પાસબુક બનાવી હતી.અખરે ભાવેશ વિષ્ણુપ્રસાદ સુથાર તથા તેની પત્ની સોનલ ભાવેશ સુથાર,પોસ્ટના રોકાણકારોનું લાખ્ખો રૃપિયાનું ફૂંલેકુ ફેરવી રાતોરાત ફરાર થઇ ગયા હતા.જેમની LCB અને લોકલ પોલીસે ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article