દશેરા નિમિત્તે મુડેઠા ગામમાં અશ્વ દોડ યોજાઈ

admin
1 Min Read

દશેરા નિમિત્તે મુડેઠા ગામ માં અશ્વ દોડ યોજાઈ હતી. ઘોડે સવાર ઘોડા પર ચડીને હરીફાઈ લગાડવામાં આવી હતી. સાંજના સમય થી ૫ના ગાળામાં ગામમાં અશ્વ દોડમાં દશેરા નિમિત્તે મુડેઠા ગામની ધરતી ધ્રુજી ઊઠી હતી. ઠેર ઠેર શહેરમાં રાવણ દહન કરવામાં આવે છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં વર્ષો જુની પરંપરાગત રીત મુજબ ચલાવવામાં આવે છે.  જ્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામ ખાતે દશેરા નિમિત્તે ઘોડે સવાર ઘોડા પર ચડી ને અશ્વ દોડ કરે છે.  ત્યારે ગામમાં સાંજના સમયે ઘોડા દોડનુ ભવ્ય આયોજન કરવામાં આવે છે. જ્યારે અશ્વ સવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો. જેમાં મુડેઠા ગામના સીમાડા ઘોડાઓની હણહણાટીથી ગુંજી ઉઠ્યા હતા.  એમ પણ દશેરાનું મહત્વ હિંદુ ધર્મમાં ઘણું ખાસ છે. દિવસને દુષ્ટતા પર ભલાઈનું પ્રતીક માનવામાં આવે છે. તે દુષ્ટતા કોઈ પણ રૂપમાં હોઈ શકે છે, જેમ કે ક્રોધ, અસત્ય, વેર, ઈર્ષ્યા, આળસ વગેરે. દશેરાનો દિવસ બધી દુષ્ટતાનો અંત કરે છે અને લોકોના મનમાં એક નવી આશા તેમજ ખુશી ઉત્પન્ન કરે છે.

 

 

Share This Article