કોઠંબા ગામે રાવણ દહનનું કાર્યક્રમ

admin
1 Min Read

કોઠંબા ગામે રાવણ દહન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમા ધારાસભ્યના ઉમેદવાર જીગનેશભાઈ સેવકે રાવણ દહન કર્યું હતું. પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા લોક ટોળા ઉમટી પડયા હતા. અરવિંદભાઈના જણાવ્યા પ્રમાણે રાવણ દહન કાર્યક્રમ ગાયત્રી પરીવાર કોઠંબા  દ્વારા પચ્ચીસ વરસથી આયોજન કરવામાં આવે છે. એમ તો, ભારત દેશ તહેવારોનો દેશ છે. અહીં દર વર્ષે ઢગલા બંધ તહેવાર ઉજવવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં હિંદુ, શીખ, મુશ્લીમ, ખ્રિસ્તી જેવા ધર્મના લોકો ભેગા મળીને તહેવાર ઉજવે છે. એ જ તહેવારો માંથી દશેરો પણ એક એવો જ તહેવાર છે. આ તહેવાર દર વર્ષે દિવાળીના થોડા સમય પહેલા જ આવે છે. 

નવરાત્રીના 10 માં દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારને વિજ્યા દશમીના નામથી પણ ઓળખવામાં આવે છે. દશેરાનું મહત્વ હિંદુ ધર્મમાં ઘણું ખાસ છે. આ દિવસને દુષ્ટતા પર ભલાઈનું પ્રતીક માનવામાં આવે છે. તે દુષ્ટતા કોઈ પણ રૂપમાં હોઈ શકે છે, જેમ કે ક્રોધ, અસત્ય, વેર, ઈર્ષ્યા, આળસ વગેરે. દશેરાનો દિવસ આ બધી દુષ્ટતાનો અંત કરે છે અને લોકોના મનમાં એક નવી આશા તેમજ ખુશી ઉત્પન્ન કરે છે.

Share This Article