મિયાગામ દૂધ ઉત્પાદક મંડળી દ્વારા વિરોધ

admin
1 Min Read

વડોદરાના કરજણ તાલુકાના મિયાગામ દૂધ મંડળીના સભાસદો દ્વારા મધ્યસ્થ ચૂંટણીની માંગ સાથે પ્રારંભાયેલા પ્રતીક ઉપવાસના આઠમા દિવસે વધુ એક આશ્ચર્યજનક કાર્યક્રમ યોજી રોષ વ્યક્ત કર્યો હતો. સતત આઠ દિવસથી ચાલી રહેલા પ્રતિક ઉપવાસને પગલે સોમવારના રોજ મહિલા સભાસદોએ આક્રમક બની દૂધ મંડળી સામે દૂધ ઢોળી ને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાંચસો જેટલા સભાસદો દ્વારા મધ્યસ્થ ચૂંટણી, કથિત ભ્રષ્ટાચાર, કથિત ભેદભાવ અને ઉત્પાદકો સાથે આયોગ્ય વર્તનના આક્ષેપો અને ફેટમાં વારંવારની ફરિયાદો જેવા આક્ષેપો સાથે છેલ્લા આઠ દિવસથી પ્રતિક ઉપવાસ પર બેઠા છે. ત્રણ સમયથી સભાસદો દ્વારા મંડળીમાં દૂધ ભરવાનું બંધ કરવામાં આવતા બે હજાર લીટર જેટલો પ્રતિ દિવસ દૂધનો ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું છે.

Share This Article