સિવિલની દુર્દશાની પોલ ખોલતા વિપક્ષી નેતા

admin
1 Min Read

મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા દ્વારા આજે સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી જેમાં હોસ્પિટલની કેટલીક બેદરકારી સામે આવતા હોસ્પિટલ તંત્ર અને સતાધિશો પર આક્ષેપો કર્યા હતા. આરોજ સવારે વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા દ્વારા સિવિલ હોસ્પિટલનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટની તેમજ સરકારની ગંભીર લાપરવાહી અને બેદરકારી ધ્યાને આવેલ છે તેમજ સિવિલ હોસ્પિટલના ઘણાબધા મુદે વિપક્ષી નેતા દ્વારા અનેક સ્થળોએ ચેકિંગ હાથ ધરીને અનેક પોલ ખોલી છે જેમાં સેલરમાં પાણીનો ભરાવો, ગટરના પાણીનો ભરાવો, સેફટી ટેન્ક ભરાઈ જવી, લીફટના ખાડામાં છ-છ ફૂટ સુધી પાણી ભરાવું તેમજ મચ્છર ઉત્પતિ કેન્દ્ર હોવાની સ્થિતિ ખુલી ગટર, સેલરમાં સેવાળ જામી જાય ત્યાં સુધી સફાઈની લાપરવાહી સાત-આઠ Iચના રોડ ઉપર ખાડાઆે, 2021 સુધીની સરકારી માેંઘી દવાઆે, સરકારી અગત્યના રેકોર્ડ, સ્ટોપ રજિસ્ટરમાં બેદરકારી, વરસાદી પાણી નિકાલનો આયોજનનો અભાવ, અધિકારીની ઘોર બેદરકારીને કારણે સિવિલમાં અવદશા સજાર્ણી છે તેવું વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠિયાએ જણાવ્યું છે.

Share This Article