રાધનપુરના સુલતાનપુરા ગામના ખેડૂતોનો વિરોધ

admin
1 Min Read

ઉત્તર ગુજરાતમાં ૧૦૦ ટકા ઉપરાંત વરસાદ પડયો છે. સમગ્ર ગુજરાતમાં અતિ વરસાદના પગલે અતિવૃષ્ટિનો માહોલ જોવા મળી રહયો છે આથી લીલા દુકાળના એંધાણ છે. જેમ વરસાદની અછત ખેતી માટે જોખમી છે તેમ અતિ વરસાદ પણ ખેતી માટે લાભદાયી હોતો નથી આથી જ તો તળપદી ભાષામાં લીલો દુકાળ કહેવામાં આવે છે. રાધનપુર તાલુકાના સુલતાનપુરા ગામના ખેડૂતોએ ભારે વરસાદને કારણે પાક નુકસાન અંગે વળતરની માગ કરી છે. રાધનપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી છે. ત્યારે ખેડૂતોએ દેખાવ સરકાર સામે બાંયો ચઢાવી છે. અને ચૂંટણી પહેલા પાક નુકસાનનું વળતર ચૂકવી દેવા પ્રબળ માગ કરી છે. જો વળતર નહીં ચૂકવાય તો પેટાચૂંટણીમાં મતદાન કરવાનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. 450 જેટલા ખેડૂતોના ખેતરોમા ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જતાં પાક નિષ્ફળ ગયો છે. જેને લઈ ખેડૂતોએ રાધનપુરમાં નાયબ કલેક્ટરની કચેરીએ પહોંચી આવેદનપત્ર આપીને રજૂઆત કરી.

 

Share This Article