વલણની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં એટીએમ મશીન ખોટવાયુ

admin
1 Min Read

પાલેજથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલા કરજણ તાલુકાના વલણ ગામમાં આવેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં વારંવાર એટીએમ મશીન ખોટકાવાના તાલુકા પંચાયત સદસ્ય સિરાજભાઇ ઇખરીયા દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે. જે બાબતે સોમવારના રોજ કરજણ તાલુકા પંચાયતના સદસ્ય સીરાજભાઇ ઇખરીયાએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે કરજણ – શિનોર બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલની અથાગ પ્રયાસો પછી વલણ ખાતે આવેલી બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં એટીએમની સુવિધા પ્રાપ્ત થઈ હતી. પરંતુ હાલ જે એટીએમ મશીન છે એક અન્ય શાખામાંથી ખોટકાયેલ મશીન વલણની બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં મુકાયું હોવાના આક્ષેપો તેઓએ કર્યા હતા. જ્યારે બેન્ક મેનેજર સાથે થયેલી વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા વીસ બાવીસ દિવસથી એટીએમની સમસ્યા સર્જાઇ છે. પરંતુ અમારા પ્રયાસો ચાલુ છે કે નવું મશીન લાવી ખાતેદારોને પડતી સમસ્યાઓ દૂર થાય એ માટેના પુરતા પ્રયાસો ચાલુ હોવાનું તેઓએ જણાવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું કે વલણ બેન્કો ઓફ મહારાષ્ટ્ર શાખામાં વારંવાર એટીએમ મશીન ખોટકાવાની સમસ્યા ક્યારે દૂર થશે ? તે તો આવનારો સમય જ બતાવશે…

Share This Article