અર્જુન કપૂર બનશે વિલન

admin
1 Min Read

ઘણાં સમયથી બોલીવુડમાં ચર્ચા છે કે રાઈટર અને નિર્દેશક મિલાપ જાવેરી પોતાની હિટ ફિલ્મ એક વિલનની સીક્વલ બનાવવા જઈ રહ્યા છે. 2014ની હીટ ફિલ્મ એક વિલનમાં રિતેશ દેશમુખ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. પણ આ ફિલ્મ રિતેશ દેશમુખના પાત્રને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો હતો. તે ફિલ્મમાં વિલન બન્યો હતો.

ચર્ચાની માનીએ તો રિતેશ દેશમુખે જે પાત્ર ભજવ્યું હતું તે સીક્વલ ફિલ્મમાં ફિલ્મમેકર્સે અર્જુન કપૂરને સાઇન કરવાની તૈયારી કરી રહ્યા છે. અર્જુન ફિલ્મના મુખ્ય વિલનનું પાત્ર ભજવી શકે છે…..ડેક્કન ક્રૉનિકલની રિપોર્ટ પ્રમાણે પ્રૉડ્યૂસર એકતા કપૂર ટૂંક સમયમાં જ એક વિલન બીજો ભાગ શરૂ કરવાનું વિચારે છે. આ અર્જુન કપૂરને સાઇન કરવાની તૈયારી થઈ રહી છે. જણાવવામાં આવે છે કે અર્જુન કપૂર આ સમયે ગ્રે શેડના કેરેક્ટર સ્ક્રીન પર ભજવવા માગે છે. તે એક વિલન 2નું ભાગ બનવા પર વિચાર કરી રહ્યા છે. ફિલ્મ એક વિલન 2નું મોહિત સૂરી જ ડાયરેક્ટ કરશે.

Share This Article