ડભોઇમાં ભાજપના ધારાસભ્યની દીકરી પર હુમલો

admin
1 Min Read

વડોદરા શહેરના દાંડિયા બજાર પાસે ભાજપના ધારાસભ્યની દિકરી પર હુમલો થતા ચકચાર મચી છે. ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાની પુત્રી રતી મહેતા પર હુમલો થયો હતો. ત્યારે સામાન્ય જનતાતો ઠીક પણ ધારાસભ્યની દિકરી પર પણ જાહેરમાં હુમલાઓ થઇ રહ્યા છે. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાની પુત્રી રતી મહેતા જ્યારે વડોદરાની દાંડિયા બજાર ખાતે જઇ રહી હતી ત્યારે 7 લોકોના ટોળાએ રતી મહેતાને ઘેરી લઇને તેના પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. શહેરમાં આ સ્થળ પર અનેક વાર લુખ્ખા તત્વોનો ત્રાસ હોવાથી સ્થાનિક લોકો દ્વારા પણ અનેક વાર રજૂઆત કરવામાં આવી છે. પોતાની દિકરી પર જાનલેવા હુમલો થવાને કારણે ધારાસભ્ય શૈલેષ મહેતા રાવપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન પહોંચેલા ધારાસભ્ય અને તેમની પુત્રી રતી મહેતાએ હુમલો કરનાર 7 લોકો વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે લુખ્ખા તત્વોને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

Share This Article