હોમગાર્ડના જવાનનો ટીકટોક વીડિયો વાઇરલ

admin
1 Min Read

રાજયમાં એક તરફ પોલીસ વરદીમાં ટીકટોક જેવા વીડિયો બનાવવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. ત્યારે ભાવનગરના મહુવામાં હોમગાર્ડનો વીડિયો વાયરલ થયો છે.. મોટા ખૂટવડા ગામે હોમગાર્ડે યુનિફોર્મ પહેરીને ટિકટોક વીડિયો બનાવ્યો છે.. જેને લઇને વિવાદ સર્જાયો છે.. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા વિવાદ થયો છે.. મોટા ખૂટવડા ગામે હોમગાર્ડમાં તરીકે ફરજ બજાવતા જિતેન્દ્ર પંડ્યાનો આ વીડિયોમાં નજરે પડી રહ્યા છે. હોમગાર્ડના આ જવાન બંદોબસ્ત દરમિયાન રાજકુમારનો ડાયલોગ બોલતા જોવા મળી રહ્યો છે જેનો ટીકટોક વીડિયો  બનાવી તેમણે વાઈરલ કર્યો છે.

મહત્વનુ છે કે આ પહેલા અલ્પિતા ચૌધરી અને અન્ય પોલીસ કર્મચારીઓના આવા જ ટીકટોક વીડિયો વાઇરલ થયા બાદ ડીજીપીએ પોલીસ યુનિફોર્મમાં ટીકટોક વીડિયોનબનાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સાથે જ આવા વીડિયો અપલોડ કરનારા પોલીસકર્મીઓ સામે સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ કરાઇ હતી. ડીજીપીના આદેશ અને આકરા પગલા છતા હોમગાર્ડ જવાનનો આ વીડિયો વાઇરલ થતા ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે.

 

Share This Article