સેન્ટ ઝેવિયર્સમાં શિક્ષકે બાળકોને સ્ટીલની ફૂટપટ્ટી મારી

admin
1 Min Read

ભુજમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ધોરણ8માં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીને પીટી ટીચરે માર મરતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. જોકે શિક્ષકને પોતાની ભૂલ સમજતા માફી પણ માંગી હતી. આ અંગે મળતી વિગતો મુજબ સેન્ટ ઝેવીયર્સમાં ધોરણ 8માં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીને સ્ટીલની ફૂટપટ્ટી થી માર મારવામાં આવ્યો હતો. પોતાના વાલીઓ સાથે આવેલા છાત્રે ફુટપટ્ટીના સોળ બતાવતાં દર્શાવ્યું હતું કે, પહેલા છાત્રોને કૂકડો બનાવાયા હતા. વાલીએ આક્ષેપ કર્યો હતો કે, છાત્રો તોફાન કરતા હોવાથી વ્યાયામ શિક્ષક આનંદ પોતાનો આપો ખોઈ બેઠા હતા. એક વિદ્યાર્થીને માર મારતા તેની પીઠ પર નિશાન ઉઠી આવ્યા હતા. આ રીતે અન્ય છાત્રોને પણ પીઠ પર સ્ટીલની ફુટપટ્ટી મારવામાં આવી હતી. ભોગ બનેલા વિધાર્થી ના માતા જ્યારે સ્કૂલે લેવા આવ્યા ત્યારબાદ તેમને જાણ થઇ હતી. આ અંગે દિવ્ય ભાસ્કરે શિક્ષક આનંદ નો સંપર્ક કરતા તેઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી. આ અંગે પોતે વાલી અને વિદ્યાર્થીની માફી માંગશે તેવું જણાવ્યું હતું.દરમિયાન બાળક અને વાલીની વાતચીત દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે, અન્ય કેટલાક શિક્ષકો પણ પનિશમેન્ટ માટે વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડે છે. જોકે, બાદમાં તેમના પર ખાર રખાય તેવી ભીતિથી કોઇ કશું બોલતો નથી.

Share This Article