કચ્છમાં ડેન્ગ્યૂનો કહેર

admin
1 Min Read

કચ્છ જિલ્લામાં ડેન્ગ્યૂ સહિતનાં વાયરલ ફીવરનો કહેર વધ્યો છે. જિલ્લાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો મચ્છર અને પાણીજન્ય રોગનાં શિકાર બનેલા દર્દીઓથી ઉભરાઈ રહી છે. મુન્દ્રા તાલુકામાં ૫૦૦ ઉપરાંત શંકાસ્પદ ડેન્ગ્યૂનાં કેસ નોંધાયા હોવાનું કહેવાય છે, ત્યારે આરોગ્ય તંત્ર રોગચાળાને કાબૂમાં લેવામાં નિષ્ફળ નિવડયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. રોગચાળાએ માથંુ ઊંચકતા ઘરે ઘરે માંદગીનાં બિછાના લાગ્યા છે. શરદી, વાયરલ પ્રકારનાં અનેક કેસો વચ્ચે ડેન્ગ્યૂનાં ગણનાપાત્ર કેસ નોંધાઈ રહ્યા છે. ભુજ, નખત્રાણા બાદ હવે મુન્દ્રા તાલુકામાં પણ રોગચાળાએ અજગર ભરડો લીધો છે. મુન્દ્રા શહેર અને તાલુકાનાં ગામોમાં અસહ્ય ગંદકી, મચ્છરોનો ઉપદ્રવ વ્યાપક બનતાં વાહક બનતા જંતુના લીધે બિમારીએ ગંભીર સ્વરૃપ ધારણ કર્યું છે. સ્વચ્છ ભારત અભિયાન વચ્ચે તાલુકાની જમીની હકીકત જોઈએ તો સફાઈ વ્યવસ્થાનું નામુ નખાઈ ગયંુ છે. શહેરનાં નદી વિસ્તાર, આશાપુરાનગર પાછળથી ખુલ્લામાં વહેતી ગટર તથા બારોઈ મુન્દ્રાની અનેક સોસાયટી વચ્ચે આવેલી એક સમયે ચોમાસાનું પાણીનો સંગ્રહ કરતી નાગ તલાવડી બદબૂ મારતા ગટરનાં પાણીથી ઉભરાઈ રહી છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા તેમજ બારોઈ ગ્રા.પં.ને મચ્છરનાં ત્રાસને નાથવા આપેલા ફોગિંગ મશીનનો સાતત્યપૂર્ણ ઉપયોગ નહીં કરાતાં આ મશીન શોભાના ગાંઠિયા પુરવાર થયા છે.

Share This Article