ભુજ : માતાના મઢ જવા માટે એસટી ડેપોએ વધુ બસો દોડાવી હતી

admin
1 Min Read

માતાનામઢ ખાતે બીરાજમાન મા આશાપુરાના દર્શનાર્થે નવરાત્રિમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા. એસ.ટી. વિભાગ દ્વારા ર૦૦ જેટલી બસ દોડાવવામાં આવી હતી. દસ દિવસમાં એસ.ટી. વિભાગને રૃા.૮૦.૩૧ લાખની આવક થવા પામી હોવાનું સૂત્રો પાસેાથી જાણવા મળ્યું છે. અશ્વિની નવરાત્રિની શરૃઆત થાય તે પહેલાંથી સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ સહિત અનેક સૃથળોએાથી આશપુરા માતાજીના દર્શને લાખોની સંખ્યામાં ભાવિકો પગપાળા આવતા હોય છે. જેઓને તેમના વતન પરત ફરવા માટે કોઈ પરેશાની ન પડે તે માટે એસ.ટી. વિભાગ દ્વારા ર૦૦ જેટલી બસો દોડાવવામાં આવી હતી. દસ દિવસ દરમિયાન એસ.ટી. વિભાગને રૃપિયા ૮૦.૩૧ લાખની આવક થવા પામી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમ નોરતાથી લઈને પાંચમાં નોરતા સુાધીમાં યાત્રિકોનો ધસારો જોતા ર૦૦ બસો કાર્યરત હતી. ત્યાર બાદ પાલનપુર, મહેસાણા, રાજકોટ અને જામનગર ડેપોમાંથી મંગાવેલી ૧ર૦ બસો પરત મુકવામાં આવી હતી. સૃથાનિક કચ્છ ડેપોની જ ૯૦ બસ દોડાવવામાં આવી હતી. દસ દિવસ દરમિયાન કુલ ૧૮૯ર જેટલી ટ્રીપ અલગ અલગ જિલ્લા તેમજ સૃથાનિકે કરવામાં આવી હતી. એસ.ટી. વિભાગને નવરાત્રિમાં કુલ રૃા.૮૦ લાખ ૩૧ હજાર પ૪૬ની આવક થઈ હતી.

Share This Article