બોટાદમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા

admin
1 Min Read

બોટાદના પાળીયાદના રતનપર પાસે યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘરેથી નોકરી પર જવાનું કહી ઇક્કો કારમાં સવાર થઈને નીકળેલ યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા તેના પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી. મળતી માહિતી મુજબ, બોટાદ તાલુકાના પાળીયાદ તાબેના બોડી ગામે રહેતા 18 વર્ષીય વિપુલભાઇ ચતુરભાઈ ધલવાણિયા હીરાના કારખાનામાં મેનેજરની નોકરી કરતો હતો. દિવાળી નજીક આવી રહી હોવાથી લઈ વિપુલ ગત મોડી રાત્રીના પોતાની ઇક્કો ગાડી નોકરી પર જાવ છુ તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. ત્યારે આજે વહેલી સવારના પાળીયાદ અને સાયલા રસ્તા વચ્ચે રતનપર પાસેથી યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. યુવાનની લાશ પોતાની ઇક્કો કારથી ૧૦૦ મીટર દુર રોડ પાસે મળી આવી હતી . આ અંગેની જાણ થતા પાળીયાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બાવની વધુ તપાસ હાથ ધરી હતી.

Share This Article