સાંપ્રત આધુનિક યુગમાં માનવી જ્યારે ભૌતિક સુખ તરફ વળી જઇ પરલોકને ભૂલી ગયો છે. ત્યારે પોતાના પરલોકનું ભાથુ પણ તૈયાર કરવા માટે માનવીએ સજ્જ થવું પડે છે. જે અંતર્ગત પરલોકની તૈયારી માટેના જરૂરી માર્ગદર્શન માટે મુસ્લિમ યંગ કમિટી પાલેજ દ્વારા શુભ હેતુસર પાલેજ નગરમાં આવેલા મદની હોલમાં રવિવારના રોજ સમાજ સુધારણા માટેના એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરાન શરીફથી થયો હતો ત્યારબાદ ઇકબાલ સૈયદે નાઅત શરીફ રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા.ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા મક્કા મસ્જિદના ઇમામ સાહેબ મૌલાના મોહમ્મદ અલી અશરફીએ હાજરજનોને સુધારણા માટેની રસપ્રદ માહિતી વિસ્તૃત છણાવટ સાથે પૂરી પાડી હતી. મુસ્લિમ યંગ કમિટીના યુવાનોએ સમગ્ર કાર્યક્રમને ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરના મુસ્લિમ બિરાદરોએ ઉમટી પડી ઈસ્લાહે મુઆશરા કાર્યક્રમમાં જરૂરી માહિતી પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ચિશ્તિયાનગર સ્થિત મોટામિયા માંગરોલની ગાદીના ગાદીપતિ અને અંજુમને અનીસુલ ઇસ્લામના અધ્યક્ષ સૈયદ મોઇનુદ્દીન પીરજાદા સાહેબ, હાજી ફારુકભાઇ લાંગીયા, તૈયબભાઇ રિમઝિમવાળા, સલીમભાઇ મેમણ તેમજ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા…
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -