ધ સ્કાય ઇઝ પિંક ના ચલાવી શકી જાદુ

admin
1 Min Read

લાંબા સમયથી ચર્ચામાં રહેલી ફિલ્મ ’ધ સ્કાઇ ઇઝ પિંક’ ૧૧ ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. ’માર્ગરિટા વિધ અ સ્ટ્રો’ ફેમ ફિલ્મ નિર્માતા શોનાલી બોસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સાથે પ્રિયંકા ચોપડાએ લાંબા સમય બાદ બોલીવુડમાં કમબેક કર્યું. આ ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત ઝાયરા વસીમ, ફરહાન અખ્તર રોહિત સરાફ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ફિલ્મની કહાણી એકદમ ઇમોશન છે. પરંતુ બોક્સ ઓફિસના પ્રથમ દિવસનું કલેક્શન જોઇને એવું લાગે છે કે આ લોકોને દિલને સ્પર્શવામાં નિષ્ફળ સાબિત રહી છે……

બોક્સ ઓફિસ ઇન્ડીયના અનુસાર ’ધ સ્કાઇ ઇઝ પિંક’ની બોક્સ ઓફિસ પર કંઇ ખાસ અસર જોવા મળી રહી નથી. આ ફિલ્મે પોતાના ઓપનિંગ ડે પર લગભગ ૨.૫૦ કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં સફળ થઇ છે. આ નુસાર ફિલ્મની શરૂઆત ખૂબ ખરાબ ગણવામાં આવી છે. તો બીજી તરફ ઋત્વિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ ’વોર’ બોક્સ ઓફિસ પર સતત સારી કમારી કરતી જોવા મળી રહી છે, તો આપણે એમ કહીએ કે કોઇને કોઇ હદે ’ધ સ્કાઇ ઇઝ પિંક’ને ’વોર’ના લીધે ઘણું નુકસાન થયું છે.

Share This Article