સ્કૂલના બાળકોની મોતની સવારી

admin
2 Min Read

ધાનેરા તાલુકામાં ચાર વર્ષમાં એસ.ટી વિભાગે ૩૦ જેટલા એસ.ટી. રૂટો બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓને અપડાઉનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓ જીવના જોખમે પ્રાઇવેટ વાહનમાં મુસાફરી કરવા મજબુર બન્યા છે. થરાદ રૂટની બસ છે તે પણ ડબલડેકર જતી હોવાથી વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે. આ બાબતે મામલતદારને રજુઆતો કરાઇ હતી. ધાનેરા તાલુકામાં શિક્ષણ ઓછુ હોવાથી ધાનેરાને પછાત ગણવામાં આવતો હતો. પરંતુ લોકો જાગૃત બનતા હવે શિક્ષણ મેળવવા હોડ જામી છે. સરકાર દ્વારા પણ શિક્ષણનો વ્યાય વધે તે માટે અથાગ પ્રયત્નો કરે છે. તેમજ કન્યા કેળવણી ઉપર પણ ભાર મુકીને અને કન્યાઓને મફતમાં મુસાફરી આપવામાં આવી રહી છે.રંતુ ધાનેરા તાલુકામાં એસ.ટી. વિભાગની ઉલટી ગંગા જોવા મળી રહી છે. એસ.ટી વિભાગ દ્વારા છેલ્લા ચાર વર્ષમાં ૩૦ જેટલા એસ.ટી.ના રુટો બંધ કરી દેવામાં આવ્યા છે.

જેના કારણે ગામડાઓમાંથી ધાનેરા ભણવા માટે આવતા વિદ્યાર્થીઓને પણ અપડાઉન કરવામાં ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. જેથી રોજ રોજ જીપોના છાપરે બેસીને અપડાઉન કરવાના દિવસો આવ્યા છે. તેમજ થરાદ તરફ જતા એકજ બસ હોવાના કારણે બસમાં એટલી માત્રામાં વિદ્યાર્થીઓ ભરાતા હોય છે અને ઉપર પણ બેસીને મુસાફરી કરવી પડે છે અને ક્યારેક બસ ન આવવાથી આ વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ બાબતે અવારનવાર ધાનેરા મામલતદારને પણ રજુઆતો કરવામાં આવેલ છે તેમ છતાં આ બાબતે કોઇ નિરાકરણ આવતુ નથી. જેનાથી વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં સરકાર પ્રત્યે પણ રોષ જોવા મળી રહ્યો છે.

 

Share This Article