બનાસકાંઠાના દાંતા તાલુકાના ખેરમાળ ગામે એક સગીરાને મોટી ઉંમરના યુવક સાથે પરણાવી દેવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતા તંત્ર હરક્તમાં આવ્યું છે અને આ મામલે ઘનિષ્ટ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસની પ્રાથમિક વિગતો મુજબ વાઇરલ થયેલ લગ્નનો વીડિયો બે માસ જૂનો હોવાનું બહાર જાણવા મળ્યુ છે. દાંતા તાલુકામાં નાની ઉંમરની કિશોરીઓને પર જ્ઞાતિમાં પૈસા લઇ વેચવાનો કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની વાત બહાર આવતા ખળભળાટી મચી ગયો છે. સક્રિય દલાલો મસમોટી રકમ વસૂલી ગરીબ પ્રજાને થોડાક રૂપિયા આપી રીતસરના ભોળવી રહ્યા છે અને નાની ઉંમરની બાળકીઓના અન્યો સાથે લગ્ન કરાવી કાયદા- કાનૂનના ધજિયા ઉડાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રેશનકાર્ડ, લગ્નના ફોટા-વિડીયો, અન્ય એક સોદાબાજીનો વિડીયો સહિતની વિગતોથી કન્યા વિક્રયનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. સગીર હોવા છતાં પૈસા માટે પુખ્ત વયના યુવાન સાથે પરિવારજનોએ લગ્ન કરાવી દીધા છે. છોકરીના લગ્ન બાબતે કરાર, શરતો અને બાંહેધરી દર્શાવતો વિડીયો જોતાં મામલો અત્યંત ગંભીર બની ગયો છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -