મોરબીમાં બેટી બચાવો કાર્યક્રમનું આયોજન

admin
1 Min Read

મોરબી રામધન આશ્રમ ખાતે મહંતશ્રી ભાવેશ્ર્વરી માતાજી સાનિધ્યમાં શરદોત્સવની બેટી બચાવો અભિયાન અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. મોરબીનાં મહેદ્રનગર રામધન આશ્રમ ખાતે શરદોત્સવની ઉજવણીની સાથે મહંતશ્રી ભાવેશ્ર્વરી માતાજી દ્વારા ૩૫૧ દિવડાઓની મહાઆરતી કરી બાળકો સહિત ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો. એમ તો શરદ પુનમનો મહત્વ આપને સૌ જાણીએ છીએ અને હવે શરદ પુનમનો પવિત્ર દિવસ વીત્યા બાદ હવે દિવાળીની તૈયારીઓ લોકો કરી રહ્યા છે ત્યાં મોરબી મહેદ્રનગર ખાતેના રામધન આશ્રમે ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે બેટી બચાવો અભિયાન, પ્લાસ્ટિક મુક્તી સહિતનો સંદેશો આપી અનોખી રીતે શરદોત્સવની ઉજવણી કરી હતી.  મોરબીના મહેદ્રનગર ખાતે રામધન આશ્રમના મહંત ભાવેશ્ર્વરીબેનના સાનિધ્યમાં શરદ પૂર્ણિમા નિમિત્તે સવારે યજ્ઞ તેમજ સાંજે કુમારિકા પૂજન અને ઉમિયામાંની ૩૫૧ દિવડાની મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ યોજાયા હતા. આ સમગ્ર ધાર્મિક મહોત્સવની સાથે બેટી બચાવો અભિયાનના કાર્યક્રમો યોજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન તેમજ પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત દરેક દીકરીઓને કપડાની થેલીમાં કટલેરી અર્પણ કરવામાં આવી હતી અને રાસ ગરબે ધુમીને બહેનોએ આનંદ મૈળવ્યો હતો.

Share This Article