ભચાઉ પાસે પ્લાસ્ટીકની ફેક્ટરીમાં ભીષણ આગ

admin
1 Min Read

કચ્છના ભચાઉના નંદગામ પાસે આવેલી પ્લાસ્ટીક મટીરીયલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. આગને લઈને 10 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગે આગને જોતા ફાયર કોલ જાહેર કર્યો હતો. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા. જે કંપનીમાં આગ લાગી તે પ્લાસ્ટિકની કંપની હોવાથી આગ ગણતરીના મિનિટોમાં જ ફેલાવવા લાગી હતી. મળતી માહિતી મુજબ, ગાંધીધામ ભચાઉ હાઇવે પર આવેલી પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝમાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં સંપૂર્ણ પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો હતો. ગાંધીધામ ભચાઉ હાઇવે પર નંદગામ પાસે આવેલી પ્લાસ્ટેન ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં આગ લાગવા અંગે જાણ થતાં આશરે 10 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ હોવાથી પ્લાસ્ટિકનો મોટો થતો હોવાના કારણે આગ કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ આગના કારણે કરોડો રૂપિયાની નુકસાની થઈ હોવાનું સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આગના બનાવમાં છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધી કોઈ જાનહાનિ થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

Share This Article