ભાવનગર : બિન સચિવાલયની પરીક્ષા રદ થવાનો મામલો

admin
1 Min Read

 

બિન સચિવાલય કલાર્કની નિર્ધારીત પરીક્ષા લેવાય તે ગણતરીના દિવસો પહેલા જ રદ્દ કરવાની જાહેરાત થતા લાખો બેરોજગાર યુવાનો અચંબામાં મૂકાયા હતાં અને સંભવતઃ ધો.12 પાસની લાયકાતથી બાદબાકીના મુદ્દાને લઇ પાંચથી છ લાખ આવા ઉમેદવારો પણ મુશ્કેલીમાં મુકાયા હતાં ત્યારે સરકારી નીતિ સામે યુવાનોમાં રોષનો ચરૂ ઉકળી ઉઠયો હતો. મહત્વનું છે કે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવતા શિક્ષિત બેરોજગાર ઉમેદવારોએ ભાવનગર જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.અને સરકારની નીતિઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આમ આદમી પાર્ટીએ નિર્ણય પરત ખેંચવા માંગ કરી છે.  ઉલ્લેખનીય છે કે, 3820 ખાલી જગ્યા પૈકી હજારો ઉમેદવારોએ પોતાનું નામાંકન કર્યુ હતું. પરંતુ, રાજ્ય સરકારે છેલ્લા સમયે જાહેરનામું બહાર પાડી પરીક્ષા રદ્દ થઇ હોવાનું જાહેર કર્યુ છે, ત્યારે છેલ્લા છ થી આઠ મહિના સુધી પરીક્ષાની તૈયારીઓ કરી રહેલા ઉમેદવારોની મહેનત સરકારના જો હુકમી નિર્ણયને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાયું છે.

Share This Article