ભરૂચમાં એક સાધુ દ્વારા બાળકોનું અપહરણ કરવાનો ગંભીર આરોપ લગાડવામાં આવ્યો છે. તે બાદ ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં બાળકોને સાધુ ઉપાડી જતો હોવાની બુમો પડતા હોબાળો થયો હતો. આ ઘટનામાં સ્થાનિકોએ બાવાને માર માર્યો હોવાનું પણ જાણવા મળ્યું હતી. તે બાદ સાધુને પોલીસને હવાલે કર્યો હતો. આ મામલામાં બી ડિવિઝન પોલીસે સાધુ બાવાની અટક કરી તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે અને પોલીસ દ્વારા સાધુની અટકાયત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સ્થાનિકો દ્વારા સાધુને માર મારવાના કારણે સાધુની હાલત ખરાબ જોવા મળી હતી. હાલ પોલીસ દ્વારા સાધુની અટકાયત કર્યા પછી કોઈ માહિતી સામે આવી નથી. હવે સાધુઓ પણ ગુનાહખોરી તરફ આકર્ષિત થઇ રહ્યા છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -