સ્વીડિશ કંપની યુનિટીએ રજુ કરી ઈલેક્ટ્રિક કાર, યુનિટ વનની કિંમત રૂ. 14 લાખથી શરૂ

admin
1 Min Read

સ્વીડિશ કંપની યુનિટિએ પોતાની ઈલેક્ટ્રિક કાર યુનિટિ વન રજૂ કરી. થ્રી સીટર આ કારની કિંમત 14 લાખ રૂપિયા સુધી હશે. તેમાં સેન્ટ્રલ ડ્રાઈવર સીટ છે, જ્યારે પાછળ બે પેસેન્જર સીટ આપવામાં આવી છે. તેના કેબિનમાં સેન્ટરમાં સ્ટિયરિંગ વ્હીલની સાથે ડિજિટલ ડિસ્પ્લે હશે. તેનું કેબિન દેખાવમાં એરોપ્લેનની કોકપિટ જેવું લાગે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, તેને વર્ષ 2020માં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવશે. સૌથી પહેલાં તે સ્વીડનમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે, ત્યારબાદ તેને અમેરિકન માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.

 

‘યૂનિટી વન’ની ખાસિયત છે તેનો યુનિક લેઆઉટ ડિઝાઈન. તેની પાછળ બે પેસેન્જર સીટ છે, જ્યારે સેન્ટ્રલ ડ્રાઈવિંગ પોઝીશન મળે છે, જેના લીધે ડ્રાઈવરને રોડ પર સારો વ્યૂ મળે છે.તેમાં વાઈડ-એંગલ રિઅર વ્યૂ કેમેરા છે, જેને રિઅર વ્યૂ મિરરના રિપ્લેસમેન્ટ તરીકે જોઈ શકાય છે.તેમાં સ્ટાન્ડર્ડ 12kWh બેટરી છે. તેમાં સિંગલ ચાર્જ પર 150 કિમીની રેન્જ મળે છે, જ્યારે ઓપ્શનલ 24kWh બેટરી પણ છે, જેમાં 300 કિમી.ની રેન્જ મળે છે. તે સાથે 50kw CCS ચાર્જર મળશે, જેની મદદથી 10 મિનિટ ચાર્જિંગમાં તે 100 કિમી સુધી ચાલે છે. તેમાં બે સિલેક્ટેબલ ડ્રાઈવિંગ મોડ (સિટી મોડ અને બૂસ્ટ મોડ) મળે છે, જેને ડ્રાઈવર પોતાના મૂડ અને રોડ કન્ડિશન પ્રમાણે સેટ કરી શકે છે.

Share This Article