ભરૂચ સિવિલ હોસ્પીટલમાં એક યુવાન પિતાની તબીયત બગડતા સારવાર માટે લાવ્યો હતો. પિતાની સારવારની ઉતાવળમાં બાઇક સાથે જ ટ્રોમા સેન્ટરમાં ધૂસી જતા એક સમયે સિવિલ હોસ્પિટલમાં ઉપસ્થીતોમાં અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો. ભરૂચ જિલ્લાની એક માત્ર સરકારી જનરલ હોસ્પીટલ એવી સિવિલ હોસ્પીટલમાં એક યુવાન સારવાર માટે દર્દીને બેસાડી પોતાની બાઇક સાથે જ તેના ટ્રોમા સેન્ટર (ઇમરજન્સી વિભાગ)માં ધસી આવવાની ધટના બનવા પામી હતી. આ ધટનાના પગલે સિવિલ હોસ્પીટલના ટ્રોમા સેન્ટરમાં ઉપસ્થીત અન્ય લોકોમાં ભાગદોડ મચતા અફરાતફરી નો માહોલ સર્જાવા પામ્યો હતો.જો કે આ યુવાન પોતાના પિતાની તબીયત લથડતા તેમને સારવાર માટે લાવ્યો હોવાનું અને બાદમાં સિવિલ સ્ટાફ દ્વારા તેને સમજાવતા બાઇક બહાર કાઢી લેતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. પ્રાથમિક તબક્કે આ યુવકે પોતાની બાઇક પિતાની સારવારની ચિંતા તેમજ ગેરસમજના કારણે ટ્રોમાં સેન્ટરમાં ધૂસાડ્યાનું બહાર આવ્યું હતું.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -