Health News: કેરી નહીં આ છે અસલી ફળોનો રાજા, જેનું સેવન તમને સદા રાખશે સાજા

admin
2 Min Read

Health News: ફળોના રાજા કેરીને તો તમે સૌ જાણતા હશો. સફરજનના ગુણ પણ તમે સાંભળ્યા હશે. પરંતુ અમે એક એવા ફળ વિશે માહિતી લઈને આવ્યા છે. જે કેરી અને સફરજન કરતાંય વધુ પોષકતત્ત્વો ધરાવે છે.

પપૈયાના ફાયદા અનંત છે. કાચું કે પાકેલું પપૈયું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. મોંઘા ડિટોક્સ ખરીદવાથી માનવ શરીર અંદરથી સાફ થઈ જાય છે, પરંતુ શું તમે જાણો છો કે કાચું પપૈયું કુદરતી ડિટોક્સ માટે ઉત્તમ ઘટક છે.

પપૈયાને ‘સુપરફૂડ’ કહેવામાં આવે છે. આ ફળ નિયમિત ખાવાથી કેન્સર જેવી બીમારી માણસનો વાળ પણ વાંકો કરી શકતી નથી. પપૈયાથી મનુષ્યની રક્તવાહિનીઓમાં ત્વરીત સુધારો આવી જાય છે.

ડૉક્ટરોના મતે પપૈયું એક ઉચ્ચ ગુણવત્તાવાળું ખોરાક અથવા કુદરતી ડિટોક્સ છે. પપૈયાને સૌથી વધુ પોષક મૂલ્ય ધરાવતા ફળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે, એટલે કે પપૈયાને પણ ફળોનો રાજા કહીએ તો કંઈ ખોટું નથી.

જાણો પપૈયાનું પોષણ મૂલ્ય! અન્ય ફળો કરતાં પપૈયું વધુ કેલ્શિયમ ધરાવે છે. પપૈયામાં સફરજન કરતાં બમણું કેલ્શિયમ હોય છે. પપૈયામાં સફરજનના 13 ગણા, કેળાના 7 ગણા, તરબૂચના 7 ગણા વિટામીન C હોય છે.

પપૈયામાં કીવીના 10 ગણા, સફરજનના 18 ગણા, જામફળના 1.5 ગણા, કેળાના 15 ગણા વિટામિન A હોય છે. આ ઉપરાંત પપૈયામાં કેળા કરતાં 5 ગણું વિટામિન K છે. પપૈયામાં કેરોટીનોઈડ્સ, લાઈકોપીન, બી-કેરોટીન, લ્યુટીન અને ઝેક્સાન્થિન વગેરે કિવિ કરતાં 2000 ગણા સારા છે.

The post Health News: કેરી નહીં આ છે અસલી ફળોનો રાજા, જેનું સેવન તમને સદા રાખશે સાજા appeared first on The Squirrel.

Share This Article