Methi Bhajiya Recipe: મેથીના ભજીયા બનાવવાની સરળ રેસિપી, આજે જ કરો ટ્રાય

admin
2 Min Read
Methi Bhajiya Recipe: મેથીના ભજીયા તો ગમે ત્યારે ખાવો તો પણ મોઢું ભાંગે નહીં અને વારંવાર ખાવાનું મન થાય છે. તેમાય લગનની સિઝનમાં થાળીમાં બીજી કોઈ વાનગી રિપીટ કરીએ કે ન કરીએ પરંતુ ભજીયા તો રિપીટ કરીએ જ છીએ. આજે ગુજરાતી જાગરણ તમને મેથીના એકદમ પોચા ભજીયા ઘરે કેવી રીતે બનાવવા તેની રેસિપી જણાવશે. ઘણા લોકો તને મેથીના ગોટા પણ કહે છે.

મસ્ત મેથીના ગોટા બનાવવાની સામગ્રી

  • ચણાનો લોટ
  • તીખા
  • આખા ધાણા
  • મીઠું
  • હીંગ
  • કોથમરી
  • લીલું મરચું
  • મેથી
  • તેલ
  • ખાવાનો સોડા

મસ્ત મેથીના ભજીયા બનાવવાની રીત

  • એક ચમચી તીખા, એક ચમચી ધાણાને ખાયણીમાં અધ કચરા વાટી લો અને બાઉલમાં કાઢી લો.
  • હવે તપેલીમાં ચણા લોટ લો. પછી તેમા તીખા અને ધાણાનો ભૂકો ઉમેરી દો.
  • પછી તેમા મીઠું અને હીંગ ઉમેરો. હવે હુફાળા ગરમ પાણીથી લોટ બાંધી લો. લોટ આંગળીઓની મદદથી બાંધો.
  • પછી તેને ત્રણ મિનિટ માટે છોડી દો. પછી તેમા લીલું બારીક સમારેલું મરચ, સમારેલી કોથમરી અને મેથી ઉમેરો.
  • પછી તેમા ખાવાનો સોડા ઉમેરો પછી તેમા ગરમ તેલ અને લીંબોનો રસ ઉમેરો. પછી બધુ મિક્સ કરી લો.
  • હવે તેલ ગરમ મૂકી ભજીયા પાડી લો. ગોલ્ડન રંગના થાય એટલે બહાર નિકળી લો.

The post Methi Bhajiya Recipe: મેથીના ભજીયા બનાવવાની સરળ રેસિપી, આજે જ કરો ટ્રાય appeared first on The Squirrel.

Share This Article