મહીસાગર સરદાર પટેલનો જન્મ દિવસ ઉજવાનો કરાઈ

admin
1 Min Read

લોહપુરૂષ સરદાર પટેલના જન્મ દિવસને દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહીસાગર જિલ્લામાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી નિમિતે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા માર્ચ પાસનું આયોજન જિલ્લાના વડા મથક લુણાવાડામાં કરવામાં આવ્યું હતું. આ માર્ચ પાસ લુણાવાડાના ઇન્દિરા મેદાનથી પ્રારંભ થઈ હતી  જેમાં મહીસાગર જિલ્લા પોલીસના વિવિધ વિભાગના પોલિસ જવાનો જોડાયા હતા. આ માર્ચ પાસ લુણાવાડા શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ લુણેશ્વર પોલીસ ચોકી ખાતે પહોંચી હતી જ્યાં માર્ચ પાસનું સમાપન થયું હતું. ઉલ્લેખનીય છે કે આજે મહાનાયક સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ છે અને તેમને શ્રદ્ધાંજલિ આપવા PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા. PM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પી હતી. જે બાદ આયોજીત પરેડમાં ભાગ લીધો હતો. કેવડિયા કોલોની ખાતે હેલિપેટ ગ્રાઉન્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં સુરક્ષા એજન્સીનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. એકતા પરેડ થકી દેશ તથા દુનિયાને ભારતની તાકાતના દર્શન થયા છે. સવારે 8.30 વાગ્યે પરેડની શરૂઆત અને એક કલાક સુધી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

Share This Article