મેદસ્વિતા સાથે ઘણા રોગ સંકળાયેલા છે. તેથી શરીરનું વજન જાળવી રાખવું આવશ્યક છે. મેદસ્વિતા ધરાવતા લોકોમાં કાર્ડિયોવાસ્ક્યુલર રોગનાં જોખમ સાથે ફેફસા પર પણ અસર થાય છે. ‘યુરોપિયન રેશ્પિરેટોરી’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી કે, ફેફસાના એરવેઝ પર ફેટ જમા થવાથી ઓક્સિજનના પ્રવાહને તે અસર કરે છે. જેનાથી અસ્થમા થાય છે. આ રિસર્ચ ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ માટેના ફેફસાના 52 સેમ્પલ્સ પર આ રિસર્ચ કરવામાં આવ્યું હતું. તેમાંથી 15 લોકોને અસ્થમા હતો અને 37 લોકોને અસ્થમા ન હતો. તેમાંથી 21 લોકો એવા હતા જેમની મૃત્યુનું કારણ કંઈક બીજું હતું. રિસર્ચમાં માઈક્રોસ્કોપની મદદથી ફેફસામાં રહેલાં 1373 એરવેઝનું અવલોકન કરવામાં આવ્યું હતું. આ એરવેઝમાં રહેલાં ફેટનાં પ્રમાણની સરખામણી વ્યક્તિનાં બોડી માસ ઇન્ડેક્સ સાથે કરવામાં આવી. જેમાં સામે આવ્યું કે શરીરમાં બોડી માસ ઇન્ડેક્સની વધારે માત્રાથી એરવેઝ પર ફેટ જમા થવાનું જોખમ વધે છે અને જેનાથી અસ્થમા થવાનું જોખમ વધે છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -
