લુણાવાડા ખાતે આગણવાડી મહિલાઓએ આવેદનપત્ર આપ્યું

admin
1 Min Read

મહીસાગર જીલ્લાના લુણાવાડા મથકે આગણવાડી તથા આશા ફેસીલીટી બહેનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યુ હતું. આગણવાડી મહીલાઓ તથા આશાફેસીલીટીના બહેનોના વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં લઈને આવેદનપત્ર આપ્યું હતું. મહીસાગર જિલ્લા મજૂર સંઘ દ્વારા મહીસાગર કર્મચારી સંઘના પ્રદેશ મહામંત્રી નિરુબેનની ઉપસ્થિતમાં મોટી સંખ્યામાં આગણવાડી બહેનો, આશા બહેનો ફેસિલેટર બહેનો તેડાગર બહેનો ઊપસ્થિત રહી હતી. જેમાં આશા વર્કરના 18000 તેમજ આશા ફેસીલેટર બહેનોનો 25000 તેમજ અગણવાડી કાર્યકર બહેનોને 24000 અને તેડાગર બહેનોને 18000 પગાર ભથ્થાની લગુતમ વેતનની માંગણી કરવામાં આવી હતી. આ સિવાય તમામ બહેનોને પી.એફ, પેંશન, ગ્રેજ્યુટીનો લાભ આપવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી હતી તેમજ તમામ બહેનોને લાયકાત અને સિનિયોરિટીને ધ્યાને લઇ પ્રમોશન આપવામાં આવે, તમામ બહેનોને વેતનનું નિયમિત ચુકવણું કરવામાં આવે, તમામ અંતરિયાળ વિસ્તારોમાં કામગીરી કરવા માટે ડિફિકલ્ટી એનાઉન્સમેન્ટ આપવામાં આવે તેમજ અગણવાડી કાર્યકર બહેનોને ધ્યાને લઇ ઓક્ટોબર 2018માં કેન્દ્ર સરકારે કરેલી પગાર વધારાની તાત્કાલિક ચુકવવામાં આવે સાથે અનેક માંગણીઓ કરવામાં આવી હતી.

Share This Article