આકાશી વાદળો પાણી ખેંચતા વધુ એક વિડીઓ વાયરલ

admin
1 Min Read

ગુજરાત પર મહા વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, જે અંતર્ગત મહા વાવાઝોડું વેરાવળથી 660 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં દીવ અને પોરબંદરની વચ્ચે સિવિયર સાયક્લોન રૂપે પસાર થશે. વાવાઝોડું છઠ્ઠી તારીકે મધારેત ગુજરાત કાંઠે ટકરાય શકે છે. જેના પગલે સમગ્ર ગુજરાતમાં 6 અને 7 તારીખે વ્યાપક વરસાદ પડી શકે છે. જે મુજબ સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. પવનની ગતિ 100થી 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સામાન્ય સંજોગોમાં પવનની ગતિ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. હાલમાં દ્વારકામાં આકાશી વાદળો પાણી ખેંચતા હોઈ તેવો વધુ એક વિડીયો વાઇરલ થયો છે. વાઇરલ વિડીયો ચરકલા રોડ પર આવેલા મીઠાના અગરના વિસ્તારનો હોવાનો સોશિયલ મીડિયામાં ચર્ચા થઇ રહી છે. દ્વારકામાં વધુ એક અવકાશી નજારો લોકોએ કેમેરામાં કેદ કર્યો છે. વાઇરલ વિડીયો જોઈ લોકોમાં કુતુહુલ સર્જાયું છે.

 

Share This Article